કોવિડ -19 કટોકટીને લીધે આ વર્ષે 4.9 કરોડ લોકો અત્યંત ગરીબ રહે તેવી આશંકા : UN પ્રમુખ
Live TV
-
વૈશ્વિક જીડીપીમાં દર એક ટકા ઘટાડો સાત લાખ વધારાના બાળકોના વિકાસને અવરોધશે
કોવિડ -19 કટોકટીને કારણે આશરે 4..9 કરોડ લોકો વધુ ગરીબીના ખાડામાં જઈ શકે છે. એટલું જ નહીં, વૈશ્વિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) માં દર એક ટકાનો ઘટાડો લાખો બાળકોના વિકાસને અવરોધિત કરશે. યુએનના જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુતારેસે દ્વારા આ વ્યક્ત કરવામાં આવ્યું છે. તેમણે દેશોને વૈશ્વિક ખાદ્ય સુરક્ષાની ખાતરી માટે તાત્કાલિક પગલા ભરવા જણાવ્યું છે.
યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુતારેસેના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસની કટોકટીને કારણે આ વર્ષે લગભગ 4.9 કરોડ લોકો ગરીબીની લપેટમાં આવી શકે છે. એન્ટોનિયો ગુતારેસે ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક પગલા લેવામાં નહીં આવે તો સ્પષ્ટ છે કે ગંભીર વૈશ્વિક ખાદ્ય કટોકટીનું જોખમ વધશે. લાંબી અવસ્થામાં લાખો બાળકો અને યુવાનો પર તેની અસર પડી શકે છે. ખાદ્ય સુરક્ષા અંગે નીતિ જારી કરતાં તેમણે મંગળવારે કહ્યું, "વિશ્વની 7.8 અબજ વસ્તીને ભોજન આપવા માટે પૂરતા પ્રમાણમાં ખોરાક ઉપલબ્ધ છે."
પરંતુ હાલમાં 82 કરોડથી વધુ લોકો ભૂખમરાનો શિકાર છે. અને પાંચ વર્ષથી ઓછી વયના આશરે 14.4 કરોડ બાળકોનો પૂરતો વિકાસ નથી થયો. એન્ટોનિયો ગુતારેસે કહ્યું આ વર્ષે, કોવિડ -19 કટોકટીને કારણે, લગભગ 4.9 કરોડ વધુ લોકો આત્યંતિક ગરીબીથી પીડાશે.
ખોરાક અને પોષણથી અસુરક્ષિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. વૈશ્વિક જીડીપીમાં દર એક ટકા ઘટાડો સાત લાખ વધારાના બાળકોના વિકાસને અવરોધશે. ”તેમણે કહ્યું કે, વિપુલ પ્રમાણમાં અનાજવાળા દેશોમાં પણ ફૂડ સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. એન્ટોનિયો ગુતારેસે રોગચાળાના સૌથી ખરાબ વૈશ્વિક પરિણામોને નિયંત્રણમાં લેવા તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાતને પુનરોચ્ચાર કરી.
