વિશ્વભરમાં કોરોનાનો કહેર યથાવત, કુલ દર્દીઓની સંખ્યા 73 લાખને પાર
Live TV
-
વિશ્વભરમાં કોરોના વાયરસનો કેર યથાવત છે. કોવિડ-19થી સમગ્ર વિશ્વમાં, 4 લાખ 16 હજારથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે સંક્રમીતોનો આંકડો પણ ,73 લાખ 56 હજારને પાર કરી ગયો છે. સંક્રમણથી દુનિયામાં સૌથી વધુ પ્રભાવિત દેશ ,અમેરીકા પછીના ક્રમે બ્રાઝિલ અને રશિયા ત્રીજા સ્થાને છે. અમેરિકામાં કોરોનાથી એક લાખ 12 હજાર લોકોના મોત થયા છે.
જ્યારે 20 લાખથી વધુ લોકો સંક્રમીત છે. બ્રાઝિલ દ્વીતીય સ્થાને છે. અહીં સંક્રમિતોની સંખ્યા સાત લાખને પાર કરી ગઇ છે. 38 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. રશિયા ત્રીજા સ્થાને છે. રશિયામાં કોરોના સંક્રમણને કારણે થયેલા મૃત્યુનો આંક છ હજાર 350 થઇ ગયો છે. સંક્રમણના કુલ કેસ ચાર લાખ 93 હજારથી પણ વધી ચુક્યા છે. આ જ પ્રમાણે સંક્રમિતોની સંખ્યાની દ્રષ્ટિએ બ્રિટન ચોથા અને ભારત પાંચમા ક્રમે છે.
આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠનના અધ્યક્ષ ટેડરોસે જણાવ્યું છે લક્ષણો વિના પણ કોરોના વાયરસનું સંક્રમણ થઇ શકે છે, પરંતુ નિષ્કર્ષ સુધી પહોંચવા માટે વધુ સંશોધનની જરૂર છે. જોકે સંગઠનનું કહેવું કે લક્ષણ જોવા મળતા હોય તેવા દર્દી વધુ સંક્રમિત હોય છે. અને આવા દર્દીઓ લક્ષણો જોવા મળે તે પહેલાં જ બિમારીને ફેલાવી શકે છે. સંગઠન સમક્ષ મોટો પ્રશ્ન એ છે કે લક્ષણો જોવા ના મળે તેમ છતાં પોઝિટિવ જોવા મળતા દર્દી કેટલી હદે અન્ય લોકોને સંક્રમિત કરે છે.
