વિશ્વમાં કોરોના વાયરસના કારણે 4 લાખથી વધુના થયાં મૃત્યું
Live TV
-
કોવિડ-19થી સમગ્ર વિશ્વમાં સંક્રમિતોનો આંકડો 73 લાખ 56 હજારને પાર
વિશ્વભરમાં, કોરોના વાયરસનો કેર યથાવત છે. કોવિડ-19થી, સમગ્ર વિશ્વમાં, સંક્રમિતોનો આંકડો , 73 લાખ 56 હજારને, પાર કરી ગયો છે. જયારે 4 લાખ 16 હજારથી વધુ લોકોના મોત થયા છે. સંક્રમણથી દુનિયામાં સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરીકા પછીના ક્રમે , બ્રાઝિલ , અને રશિયા ત્રીજા સ્થાને છે. અમેરિકામાં, કોરોનાથી એક લાખ 12 હજાર લોકોના , મોત થયા છે. જ્યારે 20 લાખથી વધુ લોકો , સંક્રમિત છે. બ્રાઝિલ દ્વીતીય સ્થાને છે. અહીં સંક્રમિતોની સંખ્યા, સાત લાખને પાર કરી ગઇ છે. 38 હજારથી વધુ લોકોના, મૃત્યુ થયા છે. રશિયા ત્રીજા સ્થાને છે. રશિયા માં , કોરોના સંક્રમણને કારણે થયેલા મૃત્યુનો આંક , છ હજાર 350 થઇ ગયો છે. સંક્રમણના કુલ કેસ , ચાર લાખ 93 હજારથી પણ, વધી ચુક્યા છે. આ જ પ્રમાણે , સંક્રમિતોની સંખ્યાની દ્રષ્ટિએ , બ્રિટન ચોથા , અને ભારત , પાંચમા ક્રમે છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠનના અધ્યક્ષ , ટેડ રોસે જણાવ્યું છે , કે લક્ષણો વિના પણ , કોરોના વાયરસનું સંક્રમણ, થઇ શકે છે, પરંતુ નિષ્કર્ષ સુધી પહોંચવા માટે , વધુ સંશોધન ની જરૂર છે. જો કે સંગઠનનું કહેવું છે , કે લક્ષણ જોવા મળતા હોય , તેવા દર્દી , વધુ સંક્રમિત હોય છે. અને આવા દર્દીઓ , લક્ષણો જોવા મળે તે પહેલાં જ , બિમારીને, ફેલાવી શકે છે. સંગઠન સમક્ષ મોટો પ્રશ્ન એ છે , કે લક્ષણો જોવા ના મળે , તેમ છતાં પોઝિટિવ જોવા મળતા દર્દી , કેટલી હદે અન્ય લોકોને , સંક્રમિત કરે છે.
