Skip to main content
Settings Settings for Dark

વિશ્વમાં કોરોના વાયરસની સંખ્યા 80 લાખને પાર

Live TV

X
  • વિશ્વભરમાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવત છે. ત્યારે અનેક દેશોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. વૈશ્વિક સ્તરે કોવિડ-19ના સંક્રમણની કુલ સંખ્યા, 80 લાખને પાર થઈ ગઈ છે. જ્યારે વાઈરસના કારણે , 4.35 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ ગણાતા અમેરિકામાં , કોરોનાના કારણે પરિસ્થિતિ ખુબજ ખરાબ થઈ છે. અમેરિકામાં 21 લાખ 11 હજારથી વધુ લોકો , સંક્રમણનો ભોગ બન્યાં છે. જો કે, વાઈરસના વધતા કેસનું પ્રમાણ, ઘણું ઓછું થઈ ગયું છે. અમેરિકામાં કોરોનાના કારણે જીવ ગુમાવનારાઓનો મૃત્યુઆંક , 1 લાખ 16 હજારને પાર થઈ ગયો છે. આ તરફ બ્રાઝિલમાં પણ , કોરોના પોતાનો કેર વરસાવી રહ્યો છે. બ્રાઝિલમાં કોરોના સંક્રમણનો આંક 8.88 લાખને પાર થઈ ગયો છે. જ્યારે કોરોનાના કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યા, 44 હજારને પાર પહોંચી છે. રસિયામાં 5 લાખ 36 હજાર લોકો , કોરોના સંક્રમણનો ભોગ બન્યાં છે. અત્યાર સુધીમાં રસિયામાં 7 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. અમેરિકા અને બ્રાઝિલ બાદ રશિયામાં , કોવિડ-19નાં સૌથી વધુ કેસ નોંધાયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીને જણાવ્યું હતું , કે રશિયા હવે આ મહામારી માંથી , બહાર નીકળી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply