વિશ્વમાં કોરોના વાયરસથી 83 લાખ 29 હજારથી વધુ લોકો સંક્રમિત
Live TV
-
અમેરિકામાં અત્યાર સુધી 21 લાખ 362 હજાર કેસ
દુનિયાભરમાં કોરોના વાઈરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં, 83 લાખ 29 હજાર થી વધુ લોકો સંક્રમિત થયાં છે. જ્યારે ,4 લાખ 48 હજારથી વધુ લોકોએ આ મહામારીના કારણે જીવ ગુમાવ્યો છે. તો 39 લાખ 39 હજાર લોકો સંક્રમણ મુક્ત થઈને સ્વસ્થ થયાં છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ એવા અમેરિકાને કોરોના મહામારીએ ભરડામાં લીધું છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 21 લાખ 362 હજાર જેટલાં સંક્રમણના કેસ નોંધાઈ ચુક્યાં છે. અમેરિકા, મેક્સિકો અને કેનેડાની સરહદ પર, 21 જુલાઈ સુધી પ્રતિબંધ વધારી દેવામાં આવ્યો છે. બ્રાઝિલમાં સંક્રમણનો આંક 9 લાખ 55 હજાર કેસને પાર થયો છે. તો રશિયામાં કોરોના સંક્રમણના
5 લાખ 52 હજાર કેસ નોધાયા છે.
