ટોચના તેલ ઉત્પાદકો કોરોનાવાયરસના લીધે ક્રૂડઓઇલ આઉટપુટ ઘટાડવા થયા સંમત
Live TV
-
ઓઇલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક (ઑર્ગેનાઇઝેશન ઑફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ) અને સાથીઓ વચ્ચે તેલ ઉત્પાદન ઘટાડા અંગેના કરાર પર સહમતી થઈ છે. આ કરાર પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં કોરોના વાયરસ ચેપને કારણે તેલની માંગમાં ઘટાડો થવાને કારણે ભાવમાં સ્થિરતા માટે ઉત્પાદનમાં 10% ઘટાડો થશે.
કોરોનાવાયરસની મહામારીએ અનેક ક્ષેત્ર ઉપર પોતાની ઊંડી છાપ છોડી છે. ત્યારે તેલ ક્ષેત્ર પણ તેમાથી બાકાત રહ્યું નથી. રશિયા-સાઉદી વચ્ચે તેલની કિમત ને લઈને ચાલી રહેલા પ્રાઇસ વોર ને કારણે ઓઇલના ભાવોમાં વધારો થવા માટે તેલ ઉત્પાદક દેશોના ટોચના ઉત્પાદકોએ આઉટપુટ ઘટાડવાની સંમતિ આપી છે. કુવૈતના ઓઇલ પ્રધાન ખાલિદ અલ-ફાધેલે 1 લી મેથી શરૂ થતા ઓપેક સભ્યો દ્વારા દરરોજ લગભગ 10 મિલિયન બેરલ ઉત્પાદન ઘટાડવાના કરારની જાહેરાત કરી હતી.
રવિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરાર થયો હતો. કરારનો મુખ્ય ઉદ્દેશ કિંમતોને સ્થિર રાખવા માટે ઉત્પાદનમાં ભારે ઘટાડો કરવાનો હતો. ઓપેક પ્લસ તેલ ઉત્પાદકોએ 9 એપ્રિલના રોજ કટ અંગે કરાર કરવાનો હતો, પરંતુ મેક્સિકો ઉત્પાદનમાં ઘટાડાનો વિરોધ કરી રહ્યો હતો. ઓપેક એ કરારની જાહેરાત કરી નથી પરંતુ ઘણા દેશોએ આ કરારને બહાલી આપી છે.હજી સુધી તે પુષ્ટિ થઈ ગઈ છે કે ઓપેક અને સાથી તેલ ઉત્પાદક દેશો દરરોજ 90.7 લાખ બેરલ તેલ ઉત્પાદનમાં ઘટાડો કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કુવૈત ઉર્જા પ્રધાન ડો.ખાલિદ અલી મોહમ્મદ અલ-ફેડેલે ટ્વિટ કરીને આ કરાર અંગે માહિતી આપી છે. સાઉદી અરેબિયાના ઉર્જા મંત્રાલય અને રશિયાની સત્તાવાર સમાચાર એજન્સી ટાસે પણ આ વાતની પુષ્ટિ કરી છે
