Skip to main content
Settings Settings for Dark

ન્યુયોર્ક શહેર બન્યું કોવિડ -19 નું કેન્દ્ર, નોંધાયા 1 લાખથી વધુ કેસો

Live TV

X
  • આ ચીન અને યુનાઇટેડ કિંગડમના પુષ્ટિ થયેલા કેસો કરતા વધારે છે.

    વિશ્વવ્યાપી કોવિડ -19 એ દુનિયા ભરના દેશોમાં તબાહી સર્જી છે. આની  સૌથી વધુ અસર યુરોપના દેશોમાં જોવા મળી છે. યુરોપના અલગ અલગ દેશો જેવા કે ઇટલી, ફ્રાંસ અને સ્પેનમાં આનું પ્રમાણ સૌથી વધુ છે. અમેરિકા કોરોનાનું એપીસેંટર બની રહ્યું છે. અમેરિકામાં હાલત ગંભીર બની છે. ન્યુયોર્ક શહેરમાં હવે  કોરોના વાયરસના 1,00,000 કેસ છે. સત્તાવાર માહિતી અનુસાર, આ ચીન અને યુનાઇટેડ કિંગડમના પુષ્ટિ થયેલા કેસો કરતા વધારે છે. ન્યુ યોર્ક સિટી સરકારના ડેટા અનુસાર, ગઈકાલે 12 મી એપ્રિલ સુધીમાં ન્યુ યોર્ક સિટીમાં કોરોના વાયરસના ચેપની કુલ સંખ્યા 1,04,410 થી વધુ થઈ ગઈ હતી અને 27,676 હોસ્પિટલમાં દાખલ થયા હતા. યુ.એસ. માં 5,57,300 કેસ છે અને અત્યાર સુધીમાં 22,000 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. વૈશ્વિક સ્તરે, COVID-19 કેસની સંખ્યા 1.8 મિલિયનથી વધુ છે અને 1,14,185 લોકો આ રોગથી મૃત્યુ પામ્યા છે.

    ન્યુયોર્ક રાજ્યમાં 1,89,000 થી વધુ કેસ નોંધાયા છે, અને મૃત્યુઆંક હવે 9,385 છે. અમેરિકાએ ઇટાલીને સૌથી વધુ મૃત્યુઆંક સાથે પાછળ ઠેલી દીધું છે. જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર ગઈકાલ સુધીમાં યુ.એસ. માં 20,597 લોકોનાં મોત નોંધાયા હતા, જેમાં ઇટાલીની 19,468 જાનહાનિને વટાવી દીધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply