ટ્રમ્પ સરકારે અમેરિકી નાગરિકોને Covid-19 વેક્સિન નિઃશુલ્ક આપવાની કરી જાહેરાત
Live TV
-
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે કોવિડ-19 વેક્સિનની આપૂર્તિ માટેની યોજના તૈયાર કરી લીધી છે. આ યોજના અંતર્ગત તમામ અમેરિકી નાગરિકોને આ વેક્સિન નિઃશુલ્ક આપવામાં આવશે.
અમેરિકી સરકારનું માનવું છે કે, કોવિડ-19 વેક્સિન આગામી વર્ષના જાન્યુઆરી મહિના સુધી ઉપલબ્ધ થઈ જશે. અમેરિકાના સ્વાસ્થય અને માનવ સેવા મંત્રાલય તથા રક્ષા મંત્રાલયે વેક્સિન વિતરણની રૂપરેખા તૈયાર કરી લીધી છે અને તેના સંદર્ભે બે જરૂરી દસ્તાવેજો પણ જાહેર કરાયા છે.
