Skip to main content
Settings Settings for Dark

સુગા યોશિહિદે જાપાનના વડા પ્રધાન બનશે, શાસક પક્ષના વડા તરીકે ચૂંટાઈ આવ્યા

Live TV

X
  • જાપાનના મુખ્ય કેબિનેટ સેક્રેટરી સુગા યોશીહિદે દેશના મુખ્ય શાસક પક્ષ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નવા નેતા પદે ચૂંટાઇ આવ્યા છે. તેઓ હવે દેશના વડા પ્રધાન બનશે તે નિશ્ચીત છે. બુધવારે સંસદમાં નેતાની પસંદગી માટે થનારા મતદાનમાં પણ સુગા બાજી મારી લેશે તેવી પુરી સંભાવના છે.

    ગયા મહિને શિન્જો આબેએ આરોગ્યના કારણસર જાપાનના વડા પ્રધાનપદેથી રાજીનામુ આપ્યું હતું. 71 વર્ષના ખેડૂત પુત્ર સુગા યોશીહિદે હવે શિન્જો આબેના અનુગામી બની રહેશે તે નિશ્ચિત છે. સુગા યોશીહિદે પોતે શિન્જો આબેના સમર્થક રહ્યા છે.

    તેઓ આબેની નીતિઓનું જ અનુસરણ કરતા રહેશે તેવી આશા સેવાઇ રહી છે. પ્રધાનમંત્રી પદ માટે પસંદગી પામ્યા પછી સુગા, સરકારની વર્તમાન મુદત પુરી થવા સુધી પ્રધાનમંત્રી પદ સંભાળતા રહેશે. જાપાનમાં સપ્ટેમ્બર 2021માં ચૂંટણી યોજાવાની છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply