Skip to main content
Settings Settings for Dark

ડેમોક્રેટ જો બાયડન ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી યુએસના 46માં રાષ્ટ્રપતિ બન્યા

Live TV

X
  • ડેમોક્રેટ જો બાયડન યુનાઇટેડ સ્ટેટ્સના 46મા રાષ્ટ્રપતિ બન્યા. ખૂબજ નજીકથી લડાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, બાયડને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને બહુમતી સાથે હાર આપી છે. સાથે જ કમલા હેરિસ પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બન્યા. 20 તારીખે જો બાયડન યુનાઇટેડ સ્ટેટ્સના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.

    ભારે બહુમતીથી જીત મેળવ્યા બાદ પહેલા સંબોધનમાં, ઐતિહાસીક મતોથી જીત મેળવવા બદલ અમેરીકાના નવા ચૂટાયેલા 46માં રાષ્ટ્રપતિ, જો બાયડને અમેરિકાના નાગરિકોનો આભાર માન્યો છે. તેમણે અમેરીકામાં આટલી મોટી સંખ્યામાં જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે. તેમણે મોટી સંખ્યામાં મત આપવા બદલ, તેમજ વિશ્વાસ મુકવા માટે અમેરીકનોનો આભાર માન્યો છે. જો-બાયડને કહ્યું કે આજનો દિવસ આપણા માટે અદભૂત છે. આપણે તમામ એકજુથ થઇને અમેરીકાની પ્રગતિ માટે કામ કરીશું. આ વિજયની ઉજવણી કરવા માટે, તેમજ જો-બાયડનના તેમના વિજયી પ્રથમ વક્તવ્યને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રીત થયા હતાં. અમેરીકાના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચુટાયેલા કમલા હેરીસે તેમની વિજયી વક્તવ્યમાં અમેરિકાના નાગરિકોનો આભાર માન્યો હતો. ભારત માટે ખાસ મહત્વની વાત છે, કે તેઓ ભારતીય મુળના છે. તેમણે કહ્યું કે અમે અમેરીકનોની આશા, એકતા, અને વિશ્વાસને વધુ મજબુત કરવા માટે ચુટાયા છીએ. આપણે સત્તા સંભાળીને લોકોના વિશ્વાસને, વધુ મજબુત કરીશું. કમલા હેરીશે કહ્યું, કે આટલી મોટી સંખ્યામાં મતદાન કરવાની હિંમત દાખવવા બદલ આપ સૌને ખુબ ખુબ આભાર. આપણે દેશના લોકોના વિશ્વાસને વધુ મજબુત કરવા માટે કામ કરીશું. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જો બાયડનના નેતૃત્વમાં ભારત અમેરિકાના સંબંધો નવી ઊંચાઈએ પહોંચશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply