Skip to main content
Settings Settings for Dark

ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન,ઇરાન દ્વારા થયેલા હુમલામાં અમેરિકાના કોઈપણ સૈનિકને જાનહાનિ થઈ નથી

Live TV

X
  • ટ્રમ્પે ઇરાનના મેજર જનરલ કાસિમ સુલેમાનીને આતંકવાદી ગણાવતા કહ્યું હતું કે તેને ઘણા સમય પહેલા મારી નાખવાની જરુર હતી

    ઇરાન દ્વારા ઇરાકમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાં પર હુમલાના એક દિવસ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ઇરાન દ્વારા થયેલા હુમલામાં અમેરિકાના કોઈપણ સૈનિકને જાનહાનિ થઈ નથી. ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને આતંકવાદથી દૂર રહેવાની સલાહ આપતા વધારે સખત પ્રતિબંધ લગાવવાની ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું હતું કે જ્યાં સુધી ઇરાન પોતાના વ્યવહાર પર પરિવર્તન નહીં લાવે ત્યાં સુધી પ્રતિબંધ યથાવત્ રહેશે. ટ્રમ્પે એ પણ કહ્યું હતું કે અમેરિકા પાસે ઘણી શક્તિશાળી મિસાઇલ છે પણ તે શાંતિ ઇચ્છે છે અને તેનો ઉપયોગ કરશે નહીં. ટ્રમ્પે ઇરાનના મેજર જનરલ કાસિમ સુલેમાનીને આતંકવાદી ગણાવતા કહ્યું હતું કે તેને ઘણા સમય પહેલા મારી નાખવાની જરુર હતી. ટ્રમ્પે વધુમાં ઉમેર્યું હતું કે જ્યાં સુધી ઇરાન હિંસા છોડશે નહીં ત્યાં સુધી મધ્ય પૂર્વમાં શાંતિ આવશે નહીં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply