તાઈવાને તેના પ્રથમ સ્વદેશી સબમરીનનું અનાવરણ કર્યું
Live TV
-
તાઇવાન 2027 સુધીમાં ઓછામાં ઓછી 2 આવી સ્થાનિક રીતે વિકસિત સબમરીન તૈનાત કરવાની આશા રાખે છે.
તાઈવાને તેની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત સબમરીનનું અનાવરણ કર્યું છે. આ જહાજને સત્તાવાર રીતે અંગ્રેજીમાં "નરવલ" અને મેન્ડરિનમાં "હાઈ-કુન" નામ આપવામાં આવ્યું છે, જે એક પૌરાણિક વિશાળ માછલી છે જે ઉડી પણ શકે છે. આ સિદ્ધિને એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવવામાં આવી રહી છે. કારણ કે તાઈવાન ચીનના વધતા જતા ખતરાનો સામનો કરવા માટે તેની સૈન્ય પ્રતિરક્ષા વધારવા માટે કામ કરે છે. તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેને આજે બંદરીય શહેર કાઓહસુંગમાં લોકાર્પણ સમારોહની અધ્યક્ષતા કરી હતી. તેમણે કહ્યું કે, ઈતિહાસ આ દિવસને હંમેશ માટે યાદ રાખશે અને સબમરીનએ દેશની રક્ષામાં તેમની નક્કર પ્રતિબદ્ધતાની એક મહત્વપૂર્ણ અનુભૂતિ છે.
તેમણે ઉમેર્યું હતું કે, તેઓએ સ્વદેશી સબમરીન બનાવવાનું કાર્ય હાંસલ કર્યું છે જે અગાઉ અશક્ય માનવામાં આવતું હતું. તેમણે કહ્યું કે, સ્વદેશી સબમરીન પ્રોજેક્ટ તેના વહીવટની ટોચની પ્રાથમિકતા છે. નરવલ 2025માં સેવામાં પ્રવેશ કરે તેવી અપેક્ષા છે. 1980 ના દાયકામાં નેધરલેન્ડ પાસેથી ખરીદેલી 2 સબમરીન વર્તમાન સબમરીનમાં જોડાશે. અહેવાલો અનુસાર, તાઇવાન 2027 સુધીમાં ઓછામાં ઓછી 2 આવી સ્થાનિક રીતે વિકસિત સબમરીન તૈનાત કરવાની આશા રાખે છે અને અંતે 10 સબમરીનનો કાફલો ચલાવશે.
તાઈવાને સ્વદેશી સબમરીન પ્રોગ્રામને તેના સશસ્ત્ર દળોને આધુનિક બનાવવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો મુખ્ય ભાગ બનાવ્યો છે. સ્થાનિક સબમરીન પ્રોગ્રામના વડા એડમિરલ હુઆંગ શુ-કુઆંગે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે, અમારો ધ્યેય ચીન દ્વારા આક્રમણ માટે તાઇવાનને ઘેરી લેવા અથવા નૌકાદળની નાકાબંધી લાદવાના કોઈપણ પ્રયાસને રોકવાનો છે. ચીન તાઇવાનની લોકશાહીને પોતાનો પ્રદેશ હોવાનો દાવો કરે છે અને તેની સાર્વભૌમત્વનો દાવો કરવા માટે લગભગ દરરોજ સૈન્ય કવાયત કરે છે.
