ઇરાકના નિનેવેહ પ્રાંતમાં આગ લાગતા 100 લોકોના મોત
Live TV
-
ઇરાકના નિનેવેહ પ્રાંતના હમદાનિયા જિલ્લામાં ભીષણ આગ લાગતા 100 લોકોના મોત થયા જ્યારે 150 લોકો ઇજાગ્રસ્ત થયા
ઇરાકના નિનેવેહ પ્રાંતના હમદાનિયા જિલ્લામાં એક લગ્ન સમારોહ હતો.
જ્યાં ભીષણ આગ લાગતા 100 લોકોના મોત થયા છે. જ્યારે 150 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા હતા.
નિનેવેહ પ્રાંતના ડેપ્યુટી ગવર્નરે જણાવ્યું હતું કે, 113 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. પરંતુ મીડિયામાં આવેલા સમાચાર મુજબ આ ભીષણ આગમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ઓછામાં ઓછી 100 બતાવવામાં આવી રહી છે.
લગ્ન સમારોહમાં આતશબાજી દરમિયાન આગ લાગી હતી. ત્યારબાદ ફાયરવિભાગે બચાવ કામગીરી શરૂ કરી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, ઇમારતના નિર્માણમાં જ્વલનશીલ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી
