વિદેશમંત્રી ડૉ. એસ.જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કર્યું સંબોધન
Live TV
-
ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની તરફેણ કરે છે: વિદેશમંત્રી
વિદેશમંત્રા એસ. જયશંકરે આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વ અનેક ઉથલ પાથલોનો સામનો કરી રહ્યું છે. તે સંજોગોમાં ડિપ્લોમસી અને સંવાદ જ સમાધાનના સાધનો બની શકે છે. જી-20 નું અધ્યક્ષપદ સંભાળવામાં ભારતને મળેલી સફળતાનો ઉલ્લેખ કરતાં વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, સમિટમાં ગ્લોબલ સાઉથ ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. ભારતની પહેલને પગલે આફ્રિકા ખંડને જી-20નું સભ્યપદ મળ્યું છે. તેને પગલે એક પુરા ખંડનો અવાજ બહાર આવશે અને સંવાદ વધશે. વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની તરફેણ કરે છે. જે અનેક રીતે મહત્વપૂર્ણ સાબિત થશે.
અગાઉ વિદેશમંત્રીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યું.એન મહાસચિવ એંટેનિયો ગુટેરેસ સાથે વાતચીત કરી હતી. બન્ને વચ્ચે વૈશ્વિક સંગઠનમા વૈશ્વીક વિકાસના એજન્ડાને મજબુતી આપવા અને તેની તરફથી ભારતની જી-20 અધ્યક્ષતાના યોગદાન પર ચર્ચા થઇ હતી. વિદેશમંત્રીએ આંતરરાષ્ટ્રીય નાણાકિય સંસ્થાઓમાં સુધારા માટે સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખની પ્રતિબધ્ધતાની પ્રશંસા કરી હતી. વિદેશમંત્રીએ ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ ડેનિસ ફ્રાન્સીસ સાથે મુલાકાત કરી હતી.
