Skip to main content
Settings Settings for Dark

તુર્કીએ સીરિયાના 101 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા 

Live TV

X
  • તુર્કીએ જણાવ્યું હતું કે, તેના સુરક્ષાદળોએ સોમવારે સીરિયાના ઈદલિબ વિસ્તારમાં થયેલ બ્લાસ્ટમાં પાંચ સૈનિકોની હત્યા બાદ સીરિયાના 101 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા છે. ઉત્તર પશ્ચિમી સીરિયામાં સ્થિત  ઈદલિબ વિસ્તાર ઉગ્રવાદીઓનો ગઢ માનવામાં આવે છે. 

    તુર્કીના રક્ષા મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, સોમવારે સાંજે તેમની ટુકડીઓએ સીરિયાઈ વિસ્તારોમાં બ્લાસ્ટ કરી 101 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા અને 1 હેલિકૉપ્ટરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. 

    રશિયા સાથેના સમજોતાને આધારે તુર્કીએ  ઈદલિબમાં 12 સુરક્ષા ચોકીઓ બનાવી છે, જેથી ઉગ્રવાદીઓના કબજાથી વિસ્તારને બચાવવાના પ્રયત્નમાં સીરિયાની સરકારી સેનાઓ દ્વારા કરવામાં આવેલા હુમલાઓને રોકી શકાય. જો કે આ હુમલાઓના કારણે સીરિયા અને તુર્કી વચ્ચે તણાવ વધી રહ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply