Skip to main content
Settings Settings for Dark

તુર્કીની મધ્યસ્થતા હેઠળ રશિયા અને યુક્રેન વચ્ચે આજે તુર્કીના અંતાલિયા શહેરમાં બેઠક થશે

Live TV

X
  • રશિયા અને યુક્રેન વચ્ચે ચાલુ થયેલા યુદ્ધ બાદ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણા માટે સતત બેઠકો થઈ રહી છે. આજે રશિયા અને યુક્રેનના વિદેશ મંત્રીઓ તુર્કીના પર્યટન શહેર અંતાલિયામાં સાથે બેસીને શાંતિ મંત્રણા કરશે. બે અઠવાડિયા પહેલા યુક્રેનમાં રશિયાની સૈન્યએ કાર્યવાહી શરૂ કર્યા બાદ બંને દેશો વચ્ચે આ પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રી કોલેબા વચ્ચે મંગળવારે ત્રીજા રાઉન્ડની શાંતિ વાતચીતનું કોઈ પરિણામ નહોતું આવ્યું.

    આજની વાટાઘાટો ત્રિ-સ્તરીય થશે, જેમાં તુર્કી બંને દેશો વચ્ચે મધ્યસ્થી તરીકે રહેશે. રશિયાના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને આશા વ્યક્ત કરી છે કે, વાટાઘાટો યુદ્ધની ત્રાસદીને અટકાવશે અને યુદ્ધવિરામ કરાર સુધી પહોંચવામાં મદદ કરશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને એર્દોગને 6 માર્ચે ફોન પર વાત કરી હતી, જેમાં એર્દોગને સમસ્યાઓના ઉકેલ માટે શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply