Skip to main content
Settings Settings for Dark

યુક્રેનના રાષ્ટ્રપતિ રશિયાના રાષ્ટ્રપતિ સાથે ઇઝરાયલમાં વાતચીત કરવા તૈયાર

Live TV

X
  •  

    યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું છે કે, તેઓ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ઈઝરાયેલમાં વાતચીત કરવા માટે તૈયાર છે, પરંતુ તે પહેલા યુદ્ધ વિરામ થવું જોઇએ. ઝેલેન્સ્કીએ કહ્યું છે કે, તેમણે ઇઝરાયલના પ્રધાનમંત્રી નફતાલી બેનેટ સાથે વાત કરીને તેમને કહ્યું હતું કે, તેઓ જેરુસલેમમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળવા માટે તૈયાર છે. ઈઝરાયલના પ્રધાનમંત્રીએ મોસ્કોમાં પુતિન સાથે બેઠક કરી હતી, તેમજ યુદ્ધ સમાપ્ત કરવા તેમણે ફ્રાન્સ અને જર્મનીના નેતાઓ સાથે મધ્યસ્થતા માટે વાતચીત કરી હતી. ઝેલેન્સ્કીએ કહ્યું છે કે, પહેલા દ્રષ્ટીકોણ અગાઉની વાતચીતથી વિપરીત હતો. જેમા મોસ્કોએ માત્ર અલ્ટીમેટમ જાહેર કર્યા હતાં. યુક્રેનના રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ પુતિન તરફથી કેટલાક સકારાત્મક બદલાવ જોયા બાદ તેઓ હવે આશાવાદી બન્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply