તુર્કીમાં રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણી યોજાશે
Live TV
-
આજે તુર્કીમાં રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણી યોજાશે. ચૂંટણીમાં આ વખતે તુર્કીયેના વર્તમાન રાષ્ટ્રપતિ રોસેફ તૈયબ અર્દબાન મુશ્કેલીમાં છે. અર્દબાન પાછલા 20 વર્ષથી તુર્કીયેના રાષ્ટ્રપતિ છે. અર્દબાન પહેલા પ્રધાનમંત્રી રહ્યા હતા, બાદમાં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું. આ વખતની ચૂંટણીમાં એમના પ્રતિસ્પર્ધી કેમલ કિલિકડારોગ્લુની મજબૂત ટક્કર આપતા દેખાઈ રહ્યા છે. કેમાલ 6 વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનના નેતા છે. તાજેતરમાં જ રાષ્ટ્રપતિ પદના ચાર ઉમેદવારોમાંના એક ઉમેદવારે કેમાલને સમર્થન આપતા પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. જ્યારે ચૂંટણી પહેલા વિદેશોમાં રહેતા તુર્કીયેના નાગરિકોના લગભગ 18 લાખ વોટ પોસ્ટલ બેલેટ દ્વારા તુર્કીયે પહોંચ્યા છે.
