Skip to main content
Settings Settings for Dark

તુર્કી-સીરિયામાં તબાહી વચ્ચે ફિલિસ્તીનમાં ભૂકંપના આંચકા અનુભવાયા

Live TV

X
  • ફિલિસ્તીનમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.8 માપવામાં આવી હતી

    ફિલિસ્તીનમાં બુધવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ફિલિસ્તીનમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.8 માપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે ફિલિસ્તીનમાં ભૂકંપનું કેન્દ્ર નાબ્લસ શહેરથી 13 કિમી ઉત્તરમાં 10 કિમી ઊંડે હતું. ભૂકંપના આંચકા બાદ લોકો ડરના માર્યા રસ્તાઓ પર આવી ગયા હતા. જો કે હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર સામે આવ્યા નથી.

    જ્યારે તુર્કી-સીરિયામાં ભૂકંપે તબાહી મચાવી છે. સોમવારે તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં બંને દેશોમાં 8000 લોકોના મોત થયા છે અને બંને દેશોમાં ભૂકંપથી 6000થી વધુ ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે.

    બંને દેશોમાં 8000 લોકોના મોત 

    તુર્કીમાં 5,894 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 34,810 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ સીરિયામાં 2000 લોકોએ જીવ ગુમાવ્યો છે. તુર્કીમાં આવેલા ભૂકંપથી લગભગ 6000 ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. જ્યારે સીરિયામાં 400 ઈમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી જ્યારે 1220થી વધુ ઈમારતોને નુકસાન થયું છે.

    WHOએ તુર્કી અને સીરિયામાં મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરી 

    WHOએ તુર્કી અને સીરિયામાં મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરી છે. WHOએ તુર્કી અને સીરિયામાં 20 હજારથી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરી છે. એટલું જ નહીં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે બંને દેશોના 23 મિલિયન લોકો તેનાથી પ્રભાવિત થઈ શકે છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply