દક્ષિણ આફ્રિકાના આરોગ્ય અધિકારીઓએ કોરોના ઓમિક્રોન વાયરસથી ન ગભરાવા કરી અપીલ
Live TV
-
દક્ષિણ આફ્રિકાના આરોગ્ય અધિકારીઓએ કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનથી ન ગભરાવા અપીલ કરી છે. તેમાં જણાવ્યું છે કે ઓમિક્રોનનો ચેપ ઝડપથી ફેલાય છે અથવા હોસ્પિટલમાં દાખલ કે ગંભીર માંદગીનું કારણ કહેવું હજી એ માટે યોગ્ય સમય નથી. રોગચાળાના નિષ્ણાંત અને સંશોધક સલીમ અબ્દુલ કરીમે જણાવ્યું છે કે તેમની પાસે ક્લિનિકલ પ્રેઝન્ટેશન પર ભરોસાપાત્ર માહિતી નથી. ઓમિક્રોન વેરિઅન્ટમાં જોવા મળતા મ્યુટેશનના ક્લસ્ટરની અસરને સમજવા માટે વૈજ્ઞાનિકો દોડધામ કરી રહ્યા છે. તેમ છતાં, વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર્શાવવામાં આવેલી ચિંતા સૂચવે છે કે ઓમિક્રોન ખુબ ઝડપથી ફેલાય છે અને રોગપ્રતિકારક શક્તિ પર અસર કરે છે. સલીમ અબ્દુલ કરીમે જણાવ્યું કે રસી ઉત્પાદકો ચકાસી રહ્યા છે કે હાલની રસી તેની સામે સુરક્ષા આપે છે કે નહિ.
