દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગની ઇમારતમાં ભીષણ આગ 73નાં મોત, 52 ઘાયલ
Live TV
-
આ ઈમારતમાં લગભગ 200 જેટલા લોકો રહી રહ્યા હતા, મૃત્યુનો આંકડો વધવાની શક્યતા સેવાઈ રહી છે.
દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગના સેન્ટ્રલ બીઝનેસ ડિસ્ટ્રીક્ટમાં પાંચ માળની ઈમારતમાં ભીષણ આગ લાગી છે. આ ઘટનામાં 73 જેટલા લોકોના મૃત્યુ થયા છે અને 52 થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 7 બાળકો પણ શામેલ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઈમારતમાં લગભગ 200 જેટલા લોકો રહી રહ્યા હતા, મૃત્યુનો આંકડો વધવાની શક્યતા સેવાઈ રહી છે. ઇમારતમાં ક્યા કારણોસર આગ લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. જોહાન્સબર્ગના ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ પણ અસરગ્રસ્ત પરિવારના સભ્યોને મદદ કરી રહ્યાં છે.
