અમેરિકાના 4 રાજયોમાં ઈડાલિયા વાવાઝોડાએ વિનાશ વેર્યો, અત્યારસુધી વાવાઝોડાને કારણે બેના મોત
Live TV
-
જ્યોર્જિયા અને ફ્લોરિડામાં લગભગ 4.5 લાખ લોકોનાં ઘરોમાં વીજળી નથી.
અમેરિકાના 4 રાજયોમાં ઈડાલિયા વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. અત્યારસુધી વાવાઝોડાને કારણે બેના મોત થયા. જયારે 1000થી વધુ ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી. ઘણા વિસ્તારો હાલ તોફાનથી પ્રભાવિત છે. જ્યોર્જિયા અને ફ્લોરિડામાં લગભગ 4.5 લાખ લોકોનાં ઘરોમાં વીજળી નથી. લેન્ડફોલ સમયે પવનની ઝડપ 200 કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી. જેને કારણે અમેરિકાના ચારેય રાજ્યોમાં ઈમર્જન્સી લાદી દેવામાં આવી હતી. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફ્લોરિડાના 100 વર્ષના ઈતિહાસમાં ઈડાલિયા સૌથી ભયાનક વાવાઝોડું છે.
આ પહેલા આટલું મોટું ચક્રવાત 1896માં બિગ બેન્ડમાં સીડર કીઝ સાથે ત્રાટક્યું હતું. જેમાં 70 લોકોનાં મોત થયા હતા. બિગ બેન્ડના સ્થાનિક મેયરે કહ્યું કે, તેનો પરિવાર ઘણી પેઢીઓથી ત્યાં રહે છે પરંતુ તેઓએ આજ સુધી અહીં આવું ભયાનક તોફાન ક્યારેય જોયું નથી.
