ચીનમાં સાઓલાનું સંકટ... રેડ એલર્ટ જાહેર: 200kmની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું
Live TV
-
વાવાઝોડાની સૌથી વધુ અસર હોંગકોંગ અને ગુઆંગ્ડોંગ પર થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
ચીનમાં વાવાઝોડાને કારણે અફરાતફરી જેવો માહોલ સર્જાયો છે. ચીનમાં વાવાઝોડા ‘સાઓલા’ ને પગલે આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વાવાઝોડું પ્રતિ કલાક 200 કિમીની સ્પીડે દક્ષિણપૂર્વ કિનારે આગલ વધી રહ્યું છે. વાવાઝોડાની સૌથી વધુ અસર હોંગકોંગ અને ગુઆંગ્ડોંગ પર થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ચીનના હવામાન ખાતા મુજબ સાઓલા વાવાઝોડું આજે હુઈલાઈ કાઉન્ટીથી હોંગકોંગ સુધી દરિયા કિનારે લેન્ડફોલ થશે. ટકરાયા બાદ વાવાઝોડાની ઝડપમાં ભયાવહ વધારો થશે. બીજીતરફ શેન્જેનના બાઓન એરપોર્ટ પર તમામ ફ્લાઈટો કેન્સલ કરવામાં આવી છે. ઉપરાંત ચીન રેલવેએ ઘણી મુખ્ય રેલવે લાઈનો પરની ટ્રેનો કેન્સલ કરી દીધી છે. ખાસ કરીને ગુઆંગડોંગ જતી તમામ ટ્રેનો કેન્સલ કરી દીધી છે.
