પાકિસ્તાનમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 9 સૈનિકોના મોત, 20 લોકો ગંભીર રીતે ઘાયલ
Live TV
-
સુરક્ષાબળોના કાફિલાને નિશાન બનાવીને આત્મઘાતી હુમલો.
પાકિસ્તાનમાં ખૈબર પખતૂનખ્વાના માલી ખેલ વિસ્તારમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 9 સૈનિકોના મોત તથા અન્ય 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રિપોર્ટ અનુસાર મોટર બાઈક પર સવાર આત્મઘાતી બોમ્બ ધારકે સુરક્ષાબળોના કાફિલાને નિશાન બનાવીને આ હુમલો કર્યો હતો. બોમ્બ ધારકે પાકિસ્તાનના બન્નૂ જિલ્લામાં ખુદને બોમ્બથી ઉડાવી દીધો હતો. અફાધાનિસ્તાનમાં બે વર્ષ પહેલા તાલીબાનની સત્તા વાપસી પછી પાકિસ્તાનમાં આતંકી ઘટનાઓ વધી ગઈ છે. સીમાવર્તી ક્ષેત્ર આતંકી ગતિવિધિઓનું કેન્દ્ર બની ગયું છે.
