Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ આફ્રિકામાં મળેલા કોરોના વાયરસના નવા વેરિયેન્ટ 'ઓમિક્રોન' એ વધારી વિશ્વની ચિંતા

Live TV

X
  • તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકામાં મળેલ કોરોના વાઇરસના નવા વેરિયન્ટે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા શુક્રવારે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને નવા સ્ટ્રેઈનને 'ઓમિક્રોન' નામ આપવામાં આવ્યું છે. બોત્સ્વાના, બેલ્જિયમ, ઇઝરાયેલ અને હોંગકોંગમાં અત્યાર સુધી આ વેરિયન્ટેના ઘણા કેસ મળી આવ્યા છે. 
    અમેરિકા, કેનેડા, બ્રિટન, ઇઝરાયલ, જાપાન, સિંગાપોર અને યુરોપિયન યુનિયને દક્ષિણ આફ્રિકાથી આવનાર પર યાત્રા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અમેરિકાએ સોમવારથી દક્ષિણ આફ્રિકા અને આસપાસના અન્ય 7 દેશો પર યાત્રા પ્રતિબંધની જાહેરાત કરી છે. 27 દેશ ધરાવતા યુરોપિયન યુનિયને દક્ષિણ આફ્રિકાથી હવાઇ યાત્રા પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે. તો બીજી બાજુ બ્રિટનની હેલ્થ સિક્યુરિટી એજન્સીએ પણ કોરોનાના નવા વેરિયન્ટ 'ઓમિક્રોન' ને વેરિયન્ટ અંડર ઇન્વેસ્ટિગેશન જાહેર કર્યો છે.
    કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોનાના નવા વેરિયન્ટ અંગે ચેતવ્યા છે.  બોત્સવાના, દક્ષિણ આફ્રિકા અને હોંગકોંગમાં કોરોનાના નવા વેરિયન્ટની જાણકારી મળી છે. નિષ્ણાતો અનુસાર આ કોરોના વાયરસનુ પરિવર્તિત રૂપ છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભુષણે બધા રાજ્યો અને કેંદ્રશાસિત પ્રદેશોને લખેલ પત્રમાં આ દેશોથી આવનાર બધા જ યાત્રીઓની કડક તપાસ સુનિશ્ચિત કરવા કહ્યુ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply