બાંગ્લાદેશ ઢાકામાં 7 કરોડથી વધુના દરની નકલી ભારતીય ચલણી નોટો કબ્જે કરાઈ
Live TV
-
બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં ત્યાંની સ્થાનિક પોલીસે 7 કરોડથી વધુના દરની નકલી ભારતીય ચલણી નોટો કબ્જે કરી છે. આ નકલી નોટો 1400 બંડલોમાં એક મકાનની પાણીની ટાંકીમાં છુપાવવામાં આવી હતી. મળેલી આ નકલી નોટો પાકિસ્તાનમાં તૈયાર કરીને, શ્રીલંકા મોકલવામાં આવી હતી અને ત્યાંથી તેને બાંગ્લાદેશ સરહદનાં રસ્તે, ભારત મોકલવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો.
આ બાબતે વાત કરતા ઢાંકા પોલીસનાં અધિકારીઓએ જણાવ્યુંહતું કે, આ નકલી નોટો જુદા-જુદા રસ્તે થઈને બાંગ્લાદેશ આવી પહોંચી હતી. પોલીસે નકલી નોટોનાં આ જથ્થા સાથે એક દંપતીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય લોકોની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરાઈ છે.
