આરોગ્ય વિભાગે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં આવતા મુસાફરો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન
Live TV
-
કોરોનાનાં નવા વેરિએન્ટ ઓમિક્રોમને લઈને સરકારે અન્ય દેશમાંથી આવતા મુસાફરો માટે આજે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આરોગ્ય મંત્રાલયે દેશમાં આવતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટસમાં આવતા મુસાફરો માટેની ગાઈડલાઈન નકકી કરી છે. જે પહેલી ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે. તમામ મુસાફરોએ પાછલા 14 દિવસની યાત્રાની માહિતી આપવાની રહેશે. સાથે જ એર સુવિધા પોર્ટર પર આરટીપીસીઆર ટેસ્ટનો નેગેટીવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. 12 સૌથી વધુ જોખમી દેશોમાંથી આવતા મુસાફરોએ દેશમાં આવીને કોવિડ ટેસ્ટ કરાવવાનો રહેશે અને એરપોર્ટ પર ટેસ્ટના રિપોર્ટની રાહ જોવી પડશે. જો મુસાફરનો રિપોર્ટ નેગેટીવ આવે તો તેઓને 7 દિવસ હોમ ક્વોરોન્ટાઈનમાં રહેવું પડશે.
જળમાર્ગે આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરો પણ આ જ નિયમો લાગુ પડશે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોવિડ પરિક્ષણમાંથી છૂટ અપાઈ છે. જોકે હોમ ક્વોરન્ટાઈન દરમિયાન તેમનામાં કોવિડના લક્ષણ જણાય તો બાળકોનું પણ પરિક્ષણ કરાવાનું રહેશે. જોખમ ધરાવતા દેશો સિવાય અન્ય દેશોમાંથી આવતા મુસાફરોને એરપોર્ટની બહાર નિકળવાની પરવાનગી મળશે. અને તેઓને 14 દિવસ માટે પોતાનાં સ્વાસ્થ્યની સ્વ સાવચેતી રાખવાની રહેશે. 12 જોખમી દેશોમાં યુનાઈટેડ કિંગડમ સહિત યુરોપનાં દેશ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ, બાંગ્લાદેશ, બોસ્વાના, ચીન, મોરિસીયસ, ન્યુઝીલેન્ડ, ઝીમ્બાબ્વે, સીંગાપોર, હોંગકોંગ અને ઈઝરાયેલ સામેલ છે.
