Skip to main content
Settings Settings for Dark

દિલ્હીના પ્રગતિનગર ખાતે 2021ના 40મા ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન

Live TV

X
  • દિલ્હીના પ્રગતિનગર ખાતે  40મા ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળા -2021નું આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં રોકાણની તકો વધારવા તેમજ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના હસ્તે આજે આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ સંબોધન કરતા કહ્યું કે, આ મેળાના માધ્યમથી ભારતીય ઉત્પાદકોને તેમના ઉત્પાદનોને પ્રદર્શન કરવાની તક મળશે, જેના દ્વારા આત્મનિર્ભર ભારત મિશનને વધુ વેગ મળશે.

    14 નવેમ્બરથી 27 નવેમ્બર સુધી પાંચ દિવસ યોજાનારા આ મેળામાં બિહાર રાજ્ય ભાગીદાર રાજ્ય છે. જ્યારે ઉત્તરપ્રદેશ અને ઝારખંડ મુખ્ય રાજ્ય તરીકે સામેલ થયા છે. આ આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં બાંગ્લાદેશ, બહેરીન, તુર્કી, શ્રીલંકા, યુએઇ સહિત નવ દેશો ભાગ લઈ રહ્યા છે. આ મેળો પહેલા પાંચ દિવસ ઔદ્યોગિક સંસ્થાનો માટે ખુલ્લો રહેશે. જ્યારે 17 નવેમ્બરથી સામાન્ય જનતા માટે તેને ખુલ્લો મૂકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે યોજાતો આ મેળો ગત વર્ષે કોવિડ મહામારીને કારણે યોજાઇ શક્યો ન હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply