Skip to main content
Settings Settings for Dark

મ્યાનમારની લશ્કરી સરકારે સજા માફ કરી અમેરિકાના પત્રકાર ડેની ફેન્સ્ટરને કર્યા મુક્ત

Live TV

X
  • મ્યાનમારની લશ્કરી સરકારે અમેરિકાના પત્રકાર ડેની ફેન્સ્ટરને સજા માફ કરીને મુક્ત કર્યા છે. વિઝા કાયદાના ઉલ્લંઘન અને ગેરકાયદેસર જોડાણના આરોપમાં 12મી નવેમ્બરે તેને દોષિત ઠેરવ્યા બાદ ગઈકાલે માફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેને 11 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. લશ્કરી સરકારે જાહેરાત કરી કે, જાપાન-મ્યાનમાર મૈત્રી સંગઠનના અધ્યક્ષ હિદિયો વાતાનાબે અને અમેરિકાના ન્યૂ મેક્સિકોના ભૂતપૂર્વ ગવર્નર બિલ રિચાર્ડસનની વિનંતીને ધ્યાનમાં લઈને ડેનિયલ ફેન્સ્ટરને સજા માફ કરવામાં આવી છે, અને દેશનિકાલ કરવામાં આવ્યો છે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું કે ડેનિયલ ફેન્સ્ટરને બે દેશ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો અને માનવતાવાદી આધાર જાળવી રાખવાના હેતુથી માફ કરવામાં આવ્યા હતા. તેઓ ન્યૂ મેક્સિકોના ભૂતપૂર્વ ગવર્નર બિલ રિચાર્ડન્સ સાથે તરત જ અમેરિકા જવા રવાના થયા છે. આ અગાઉ, ભૂતપૂર્વ રાજદ્વારી બિલ રિચર્ડસને મ્યાનમારમાં સૈન્ય સરકારના વડા જનરલ મીન આંગ હ્લેંગ સાથે મુલાકાત કરી હતી. ડેનિયલ ફેન્સ્ટર ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ ફ્રન્ટિયર મ્યાનમારના મેનેજિંગ એડિટર હતા. 24મી મે ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તે મ્યાનમારથી મલેશિયા જવા માટે ફ્લાઈટમાં બેસી રહ્યા હતા. પહેલી ફેબ્રુઆરીના રોજ સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સુ કીની આગેવાની હેઠળની નાગરિક સરકારની હકાલપટ્ટી બાદ લશ્કરી સરકાર દ્વારા ધરપકડ કરાયેલ તે ત્રીજા વિદેશી પત્રકાર હતા. પોલેન્ડ અને જાપાનના અન્ય બે પત્રકારોને અગાઉ મુક્ત કરીને દેશનિકાલ કરવામાં આવ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply