Skip to main content
Settings Settings for Dark

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે સોશિયલ મીડિયા કંપની ટ્વીટરને 44 અરબ ડોલરમાં ખરીદ્યુ

Live TV

X
  • દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે સોશિયલ મીડિયા કંપની ટ્વીટરને 44 અરબ ડોલરમાં ખરીદી છે. કંપનીએ કહ્યું કે તેમના બોર્ડે અરબપતિ એલન મસ્ક દ્વારા ટ્વીટર ખરીદવાની દરખાસ્તનો સ્વીકાર કર્યો છે. ટ્વીટર બોર્ડના અધ્યક્ષ વેટ ટેલરે કહ્યું કે બોર્ડે નાણા ભંડોળ પર ધ્યાન આપીને મસ્કની દરખાસ્તનું મુલ્યાંકન કરવા વ્યાપક પ્રક્રિયાનું પાલન કર્યું હતું. તેમણે કહ્યું કે પ્રસ્તાવીક લેણ-દેણ થી યોગ્ય માત્રામાં રોકડ પ્રિમિયમ મળશે. આ ટ્વીટરના શેરધારકો માટે સૌથી સારો રસ્તો છે. 

    સોદાની શરતો અનુસાર શેર ધારકોને તેમના માલિકીપણા વાળા ટ્વીટર સ્ટોક ના શેર માટે 54 પોઇન્ટ 20 ડોલર રોકડ પ્રાપ્ત થશે. જે મસ્કની અસલ દરખાસ્તને અનુરૂપ છે. એલન મસ્કે સોદાની જાહેરાત કરતા નિવેદનમાં કહ્યું કે બોલવાની આઝાદી એક કામકાજી લોકશાહીનો આધાર છે અને ટ્વીટર ડીઝીટલ ટાઉન સ્કવેર છે જ્યાં  ભવિષ્ય માટે મહત્વપૂર્ણ મુદે ચર્ચા થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply