પાકિસ્તાનઃ કરાચીમાં થયેલા આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટમાં 3 ચીની નાગરિકો સહિત 4 લોકોના મોત
Live TV
-
પાકિસ્તાનના કરાચીમાં થયેલા આત્મઘાતી હુમલામાં ત્રણ ચીની નાગરિકો સહિત ચાર લોકોના મૃત્યુ થયા છે. કરાચી વિશ્વવિદ્યાલયમાં એક કારને નિશાન બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો. કારમાં ચીની નાગરિકો સવાર હતા. આ આત્મઘાતી હુમલામાં પાકિસ્તાની ડ્રાયવરનું પણ મોત થયું હતું. આ ઘટનામાં અન્ય ચાર લોકોને ઇજા પણ પહોંચી છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહેબાજ શરીફે આ હુમલાની આલોચના કરી હતી. ત્રણેય ચીની નાગરિકો કરાચી વિશ્વવિદ્યાલયમાં આવેલા ચીની ભાષા અને સંસ્કૃતિના અભ્યાસ માટે ચાલતા કેન્દ્રમાં ફરજ બજાવી રહ્યા હતા. ત્રણેય ચીની નાગરિક કારમાં ઇનસ્ટીટ્યુટ તરફ આવી રહ્યા હતા ત્યારે એક બુરખાધારી, મહિલા આત્મઘાતી, હુમલાખોરે તેમને નિશાન બનાવ્યા હતા.
