સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ આજે યુક્રેનના પ્રવાસે,વિવિધ મુદ્દા પર થશે ચર્ચા
Live TV
-
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસ આજે રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી અને વિદેશ મંત્રી દમેત્રી કોલેવા સાથે મુલાકાત કરશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે ટ્વીટ કરી જણાવ્યુ કે તેઓ માનવીય સહાયતાનો વ્યાપ વધારવા અને સંઘર્ષગ્રસ્ત ક્ષેત્રોથી નાગરિકોને બહાર કાઢવાનું કાર્ય યથાવત રાખશે.
તેમણે કહ્યું કે, આ યુદ્ધ જેમ બને તેટલુ ઝડપથી સમાપ્ત થશે, યુક્રેન, રશિયા અને વિશ્વ માટે તેટલુ જ સારુ રહેશે.આ પહેલા સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી.આ દરમિયાન તેમણે યુક્રેન પર સંયુક્ત રાષ્ટ્રની સ્થિતિ દોહરાવી હતી. અને તેમણે માનવીય સહાયતા મુદ્દે ચર્ચા કરી હતી.
