અમેરીકી રાષ્ટ્રપતિ જો બાયડને યુક્રેનની મદદ કરવા માટે અમેરીકી કોંગ્રેસ પાસે 33 અરબ ડોલરની કરી માંગ
Live TV
-
અમેરીકી રાષ્ટ્રપતિ જો બાયડને યુક્રેનની મદદ કરવા માટે અમેરીકી કોંગ્રેસ પાસે 33 અરબ ડોલરની માંગ કરી છે. આ પેકેજનો મોટોભાગ યુક્રેનને દારૂગોળો અને અન્ય સૈન્ય સહાયતા પૂરી પાડશે. અમેરીકી રાષ્ટ્રપતિએ યુક્રેન માટે સહાયતા માંગ પર હસ્તાક્ષર કર્યા બાદ વ્હાઇટ હાઉસમાં કહ્યું કે આપણે સ્વતંત્રતાની લડાઇમાં યુક્રેનનું સમર્થન કરવા આ વિધેયકની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે, આ લડાઇ સસ્તી નથી જોકે આક્રમકતા સામે જુકવું વધુ મોંઘુ પડનાર છે. તેમણે કહ્યું કે, મોસ્કો માત્ર યુક્રેન જ નહી પરંતું સમગ્ર પશ્રિમ સાથે લડી રહ્યું છે. અમે રશિયા પર હુમલો નથી કરી રહ્યાં અમે યુક્રેનને રશિયાના આક્રમણથી બચાવવામાં મદદ કરી રહ્યાં છીએ.
