યુક્રેન યુદ્ધઃ ઓડેસામાં મુખ્ય એરપોર્ટનો રન-વે રશિયાના મિસાઈલ હુમલામાં નષ્ટ, રન-વે બનાવતાં લાગ્યાં હતાં 10 વર્ષ
Live TV
-
રશિયા અને યુક્રેનન વચ્ચેનું યુદ્ધ યથાવત છે. રશિયાએ પોતાના મિસાઈલ હુમલાઓ યથાવત રાખ્યા છે ત્યારે યુક્રેનમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. રશિયાના હુમલાઓમાં યુક્રેનના શહેરો તબાહ થઈ રહ્યા છે. ત્યારે હવે રશિયાએ દક્ષિણ અને પૂર્વ યુક્રેનમાં મિસાઇલ હુમલા કર્યા છે.
આ હુમલાઓમાં કાળા સમુદ્ર બંદરના ઓડેસામાં મુખ્ય એરપોર્ટનો રન-વે પણ નષ્ટ થયો છે. આ રન-વે બનાવતાં 10 વર્ષ લાગ્યા હતાં. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સકીએ જણાવ્યુ છે કે, ઓડેસા એરપોર્ટના રન-વેનું પુન:નિર્માણ કરાશે પરંતુ ઓડેસા રશિયાના આ વર્તનને ક્યારેય નહીં ભૂલે. આ હુમલા અંગે ઓડેસાના મેયરે કહ્યું કે, રન-વેના નિર્માણમાં 10 વર્ષ લાગ્યાં હતા અને આ રન-વેને ગત જુલાઇ મહિનામાં જ શરૂ કરાયો હતો. આમ રન-વે બન્યાના થોડા મહિનાઓમાં જ રશિયાના હુમલામાં નષ્ટ થઈ ગયો છે.
