પ્રધાનમંત્રી નરેન્દ્ મોદીએ જર્મનીમાં છઠ્ઠી IGC માં કર્યું સંબોધન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ મોદીએ જર્મનીમાં સંબોધન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ મોદીએ તેમના અને પ્રતિનિધિ મંડળના ભવ્ય સ્વાગત માટે ચાન્સેલર ઓલાફ શૉલ્ઝનો આભાર વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે મને ખુશી છે કે આ વર્ષે શરૂઆતમાં મારી પ્રથમ વિદેશ યાત્રા જર્મનીમાં થઈ રહી છે. મારી પ્રથમ ટેલિફોનિક વાર્તા પણ મારા મિત્ર ચાન્સેલર ઓલાફ શૉલ્ઝ સાથે જ થઈ હતી. આ પ્રથમ આઈજીસી છે. એ જ દર્શાવે છે કે ભારત અને જર્મની આ મહત્વપૂર્ણ ભાગીદારીને કેટલું મહત્વ આપે છે. લોકતાંત્રિક દેશોની દ્રષ્ટિએ ભારત અને જર્મની કેટલાંય સમાન મૂલ્યો એકબીજા સાથે વહેંચે છે. આ સમાન મૂલ્યો અને સમાન હિતોના આધાર પર પાછળના કેટલાક વર્ષોમાં ભારત અને જર્મનીના દ્વિપક્ષીય સબંધોમાં ઉલ્લેખનીય પ્રગતિ થઇ છે. અમારી ભૂતપૂર્વ IGC 2019માં થઈ હતી. ત્યારથી વિશ્વમાં મહત્વપૂર્ણ પરિવર્તન થયું છે. કોવિડ -19 મહામારીએ વૈશ્વિક અર્થવ્યવસ્થા પર વિનાશકારી પ્રભાવ નાખ્યો છે.
જીઓ પોલિટિકલ ઘટનાઓએ પણ દર્શાવ્યું કે વિશ્વની શાંતિ અને સ્થિરતા કેટલી નાજુક સ્થિતિમાં છે અને બધાં જ દેશ એકબીજા સાથે કેટલા સંકળાયેલા છે. યુક્રેનના સંકટના આરંભથી જ અમે તરત યુદ્ધ વિરામનું આહ્વાન કર્યું અને અમે વિવાદ દૂર કરવા માટે વાતચીત જ એક માત્ર ઉપાય છે. અમારું માનવું છે કે આ યુદ્ધમાં કોઈ પાર્ટીનો વિજય નહિ થાય બધાને નુકસાન જ થશે એટલે અમે શાંતિના પક્ષમાં છીએ. યુક્રેન સંકટને કારણે તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. વિશ્વમાં ખાદ્ય અને ખાતરની પણ કમી વર્તાઈ રહી છે આના કારણે વિશ્વના દરેક પરિવાર પર ભારણ વધ્યું છે. પરંતુ, વિકાસશીલ અને ગરીબ દેશો પર આની અસર ખૂબ ગંભીર રીતે વર્તાઈ રહી છે. આ સંઘર્ષના હ્યુમેટેરિયન ઈમ્પૅક્ટથી ભારત ખૂબ જ ચિંતિત છે. ભારતે યુક્રેનને સહાય મોકલી છે. અમે અન્ય મિત્ર દેશોને અન્ય નિકાસ તેલ આપૂર્તિ અને આર્થિક સહાયના માધ્યમથી મદદ કરવાની કોશિષ કરી રહ્યા છીએ.
આજ છઠ્ઠી IGCમાં ભારત અને જર્મની ભાગીદારીને નવી દિશા મળી છે. આ IGC એ ઊર્જા અને પર્યાવરણ બંને ક્ષેત્રમાં અમારા સહયોગને મહાવપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે. મને વિશ્વાસ છે કે આજ કરવામાં આવેલા નિર્ણયોનો અમારા ક્ષેત્ર અને વિશ્વના ભવિષ્ય પર સકારાત્મક પ્રભાવ પડશે. આજ અમે ઈન્ડો જર્મની પાર્ટનરશીપ ઓન ગ્રીન એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ લોન્ચ કરી રહ્યાં છીએ.
પ્રધાનમંત્રીએ કહ્યું કે અમે ગ્રીન હાઇડ્રોજન ટાસ્ક ફોર્સ બનાવવા માટેનો નિર્ણય કર્યો છે. બંને દેશોમાં ગ્રીન હાઇડ્રોજન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે આ ખૂબ જ ઉપયોગી રહેશે. ભારત અને જર્મનીને અન્ય દેશનોમાં વિકાસના સહયોગનો બહોળો અનુભવ છે. અમે અમારા અનુભવોને જોડીને ત્રિપક્ષીય કોઑપરેશન દ્વારા અન્ય દેશોમાં કાર્ય કરવાનો નિર્ણય કર્યો છે. અમારો આ સહયોગ વિકાસશીલ વિશ્વ માટે પારદર્શી અને ટકાઉ યોજનાઓનો વિકલ્પ પ્રદાન કરશે.
પોસ્ટ કોવિડ કાળમાં ભારત અન્ય મોટી અર્થ વ્યવસ્થાઓના મુકાલબે સૌથી ઝડપી વિકાસ જોઈ રહયું છે અમને વિશ્વાસ છે કે ભારત વૈશ્વિક રિક્વરીનું મહત્વપૂર્ણ સ્તંભ બનશે. ભારતના કુશળ કામદારો અને પ્રેફેશનલ દ્વારા કેટલાય અન્ય દેશનોને લાભ મળ્યો છે. ભારત અને જર્મની વચ્ચે થયેલા આ કરાર દ્વારા બંને દેશો વચ્ચે આવાગમન સરળ બનશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ મોદીએ ભારત અને જર્મનીના સબંધો વધુ ગાઢ બનશે તેવી આશા વ્યકત કરી હતી.
