Skip to main content
Settings Settings for Dark

દુબઈમાં રહેણાંક વિસ્તારમાં આવેલા એક ભવનમાં આગ, 16 લોકોના મૃત્યુ, 9 ઈજાગ્રસ્ત

Live TV

X
  • દુબઈમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં રહેણાંક વિસ્તારમાં આવેલા એક ભવનમાં આગ લાગ્યાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં 16 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 9 લોકોને ઈજાગ્રસ્ત થયા છે. મહત્વનું છે કે ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત ફાયર સ્ટેશનની ટીમોએ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. મહત્વનું છે કે બપોર સુધીમાં આગ કાબુમાં આવી ગઈ છે.

    આગમાં 16 લોકોના મૃત્યુ
    દુબઈમાં રહેણાંક મકાનના ચોથા માળે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા નવ ઘાયલ થયા છે. દુબઈના નાગરિક સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે શનિવારે બપોરે અલ રાસમાં રહેણાંક મકાનમાં આગ ફાટી નીકળી હતી. પોર્ટ સઈદ અને હમરિયા ફાયર સ્ટેશનની ટીમોએ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. બપોર સુધીમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

    આઠ મૃતકોની ઓળખ થઈ
    અત્યાર સુધીમાં આઠ મૃતકોની ઓળખ થઈ છે. જેમાંથી ચાર કેરળના રહેવાસી છે અને બે તમિલનાડુના રહેવાસી છે. આ ઈમારતમાં આ ભારતીયો કામ કરતા હતા. અત્યાર સુધી, મૃત ભારતીયોની ઓળખ મલ્લપુરમ, કેરળના જેશી કંડામંગલથ અને રિજેશ કલંગદાન અને તમિલનાડુના રામરાજાપુરમના ઇમામ કાસિમ અને ગુડ્ડુ સલિયાકુંડુ તરીકે થઈ છે.

    મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતા પ્રવક્તાએ જણાવ્યું હતું કે આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડના કર્મચારીઓના પ્રયાસો વચ્ચે ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી. નાગરિક સંરક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સુરક્ષા નિયમોનું પાલન ન કરવાના કારણે બિલ્ડિંગમાં આગ લાગી હતી. સંબંધિત અધિકારીઓ અકસ્માતના કારણો વિશે વિગતવાર માહિતી એકત્રિત કરવા માટે વ્યાપક તપાસ કરી રહ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply