વિદેશમંત્રી એસ.જયશંકરે ગઇકાલે મોઝામ્બિકમાં શ્રી રામચંદ્રજીના પૌરાણિક સલામંગા મંદિરમાં કરી પ્રાર્થના
Live TV
-
વિદેશમંત્રી એસ.જયશંકરે ગઇકાલે મોઝામ્બિકની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત પૂર્ણ કરતા પહેલા શ્રી રામચંદ્રજીના પૌરાણિક સલામંગા મંદિરમાં પ્રાર્થના કરી હતી. શ્રીજયશંકરે ટ્વીટ કરતાં કહ્યું કે મંદિરમાં તેમણે ભારતીય સમુદાયના સ્વાસ્થ્ય, સુખાકારીઅને સફળતા માટે પ્રાર્થના કરી. તેમણે કહ્યું કે ભારતીય સમુદાય સાથે વાતચીત કરી તેઓને આનંદ થયો હતો.
ઉલ્લેખનીય છે કે શ્રી જયશંકર 10 થી 15 એપ્રિલ દરમ્યાન આફ્રીકન દેશો યુગાન્ડાઅને મોઝામ્બિકની મુલાકાતે ગયા હતા. શુક્રવારે તેમણે મોઝામ્બિકના પ્રમુક ફિલીપ ન્યુસીસાથે મુલાકાત કરી દ્વિપક્ષીય વિકાસ સહયોગને વેગ આપવા ચર્ચા કરી હતી
