બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં તાપમાન 58 વર્ષમાં સૌથી વધુ નોંધાયું
Live TV
-
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગઈકાલે 40.4 ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું તાપમાન હતું ,જે 1965 પછીની સૌથી વધુ તાપમાન માનવામાં આવે છે. 15 એપ્રિલ ઢાકાનો સૌથી ગરમ શનિવાર હતો. બાંગ્લાદેશના હવામાન વિભાગે જણાવ્યું હતું કે, શનિવારે ઢાકામાં 40.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધ્યું છે, જે 1965 પછીની સૌથી ઊંચી સપાટી છે. અત્યાર સુધીમાં સૌથી વધારે તાપમાન 42 ડિગ્રી સેલ્સિલ્યસ નોંધ્યું હતું. આ પહેલા 14 એપ્રિલ, 2014માં એટલે નવ વર્ષ પહેલા 40.2 ડિગ્રી સેલ્સિયસ તપામાન રહ્યું હતું. આજે બાંગ્લાદેશમાં સૌથી વધુ તાપમાન ચુઆડાંગામાં 42.2 ડિગ્રી નોંધાયું હતું.
