નવા ચૂંટાયેલા સિંગાપોરના પ્રેસિડેન્ટ થર્મન શનમુગરત્નમે કહ્યું કે, તેઓ લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે
Live TV
-
સિંગાપોરના નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ થર્મન શનમુગરત્નમે કહ્યું હતું કે, તેઓ અપેક્ષાઓ કરતાં વધી ગયેલા જન સમર્થનને માન આપતાં લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે. ભારતીય મૂળના 66 વર્ષીય શ્રી ષણમુગરત્નમે 70 ટકાથી વધુ મતો મેળવીને રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી જીતી છે. 2011 પછી પ્રથમ વખત કોઈ ચૂંટાયેલા રાષ્ટ્રપતિએ સિંગાપોરમાં પદ સંભાળ્યું છે. ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી પત્રકારો સાથે વાત કરતા, થરમેને કહ્યું હતું કે ચૂંટણી સિંગાપોરની વિવિધ સંસ્કૃતિ સાથેની એકતાને પ્રતિબિંબિત કરે છે.
