નાઈજરમાં વિકટ પરિસ્થિતિ વચ્ચે લગભગ 300 જેટલા ભારતીયો પાટનગર નિયામીમાં ફસાયા
Live TV
-
નાઈજરમાં, વિકટ પરિસ્થિતિ વચ્ચે લગભગ 300 જેટલા ભારતીયો પાટનગર નિયામીમાં ફસાયેલા છે.
તેમણે નાઈજરમાં ભારતીય દૂતાવાસ સમક્ષ તેમને સલામત બહાર કાઢવા માટે વિનંતી કરી હતી. જો કે ભારતીય દૂતાવાસે તેમને શહેરની સરહદ પાર કરવાની મંજૂરી આપતો પત્ર આપ્યા બાદ ભારતીય જૂથે પાટનગર છોડવાનો નિર્ણય લીધો હતો. આ જૂથ આજે પોર્ટો-નોવો પહોંચશે. અને ત્યાંથી ભારત આવશે.
દરમિયાન, પશ્ચિમ આફ્રિકન રાજ્યોના દળોના વડાઓએ નાઈજરમાં ચાલી રહેલી કટોકટી અંતર્ગત ગઈકાલે ઘાનામાં વાટાઘાટો કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગત 26 જુલાઈના રોજ લશ્કરી બળવામાં રાષ્ટ્રપતિ મોહમ્મદ બઝૌમને પદ પરથી હટાવવામાં આવ્યા હતા અને લશ્કરી શાસને રાષ્ટ્રપતિ બઝૌમ પર રાજદ્રોહની કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે.
