મલેશિયામાં પ્રાઈવેટ જેટ ક્રેશમાં 10 લોકોનાં મોત
Live TV
-
પ્રાઈવેટ જેટ એરપોર્ટને બદલે હાઈવે પર લેન્ડ થતા દુર્ઘટના ઘટી
ગુરુવારે મલેશિયામાં એક ખાનગી વિમાન દુર્ઘટનામાં 10 લોકોનાં મોત થયાં હતાં. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર લેન્ડિંગ દરમિયાન એલમિના ટાઉનશિપ પાસે આ અકસ્માત થયો હતો. પ્લેનમાં 2 ક્રૂ મેમ્બર અને 6 પેસેન્જર હતા.પ્રાઈવેટ જેટ એરપોર્ટને બદલે હાઈવે પર લેન્ડ થતા આ દુર્ઘટના ઘટી હતી. પ્લેન હાઈવે પર લેન્ડ થયા બાદ રસ્તા પરથી પસાર થઈ રહેલા કાર અને બાઈક સાથે પણ અથડાયું હતું. જેમાં કાર અને બાઈક સવાર બે લોકો સહિત પ્રાઈવેટ જેટમાં સવાર 10 લોકોનું દુ:ખદ મોત થયું હતું
વાસ્તવમાં, દુર્ઘટનાના થોડા સમય પહેલા જ વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલર સાથે સંપર્ક તૂટી ગયો હતો. જે બાદ તે હાઈવે પર ઉતરવા લાગ્યું, આ દરમિયાન તેની કાર અને બાઇક સાથે અથડામણ થઈ હતી. સિવિલ એવિએશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર, પ્રાઈવેટ જેટે હોલિડે આઈલેન્ડથી કુઆલાલંપુર નજીક અબ્દુલ અઝીઝ શાહ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી.
