Skip to main content
Settings Settings for Dark

નાસાને પૃથ્વીથી 120 પ્રકાશવર્ષ દૂર મળ્યો નવો ગ્રહ

Live TV

X
  • નાસાએ જેમ્સ વેબ સ્પેસ ટેલ્સ્કોપની મદદથી આ ગ્રહને શોધી કાઢ્યો

    નાસાને એક મહત્ત્વની સફળતા મળી છે. નાસા દ્વારા પૃથ્વીથી 120 પ્રકાશ વર્ષ દૂર પ્રવાહી જળનો મહાસાગર ધરાવતો પહેલો એકઝોપ્લેન્ટ શોધી કાઢ્યો, નાસાએ જેમ્સ વેબ સ્પેસ ટેલ્સ્કોપની મદદથી આ ગ્રહને શોધી કાઢ્યો છે. આ ગ્રહને નાસા દ્વારા કે-2-18બી નામ આપવામાં આવ્ચું છે. આ ગ્રહ પૃથ્વી કરતા આઠ ગણો મોટો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ગ્રહ પર વાતાવરણમાં કાર્બન, મિથેન, ડાઈમિથાઇલ સલ્ફાઈડ જેવા ધટકો હોવાનું નાશા દ્વારા માનવામાં આવી રહ્યું છે. આ ગ્રહ પર પૃથ્વીની જેમ જીવન હોવાની સંભાવનાઓ સેવવામાં આવી રહી છે.

    જેમ્સ વેબની શોધ તાજેતરના અભ્યાસમાં સામે આવ્યું છે કે, કે-2-18બી એ હાઈસીન એક્સોપ્લેનેટ હોઈ શકે છે, જે સંભવતઃ હાઈડ્રોજન-સમૃદ્ધ વાતાવરણ સાથે અને મહાસાગરોથી ઢંકાયેલું છે. નાસાએ તેની વેબસાઈટ પર લખ્યું છે કે, આ વસવાટયોગ્ય ઝોન એક્સોપ્લેનેટના વાતાવરણીય ગુણધર્મો વિશે પ્રથમ માહિતી નાસાના હબલ સ્પેસ ટેલિસ્કોપથી સામે આવી છે. આ નવી શોધે વૈજ્ઞાનિકોને વધુ સંશોધન માટે પ્રેરિત કર્યા. નાસા અનુસાર આ શોધથી સિસ્ટમ વિશે તેમની સમજ બદલાઈ ગઈ છે.

    આ K2-18 b એ રહેણાંક ઝોનમાં ઠંડો વામન છે, જે K2-18 તારાની પરિક્રમા કરે છે. આ પૃથ્વીથી 120 પ્રકાશ વર્ષ દૂર છે. K2-18 b જેવા એક્ઝોપ્લેનેટ્સ, જે કદમાં પૃથ્વી અને નેપ્ચ્યુનની વચ્ચે છે, તે સૌરમંડળની અન્ય કોઈપણ વસ્તુથી તદ્દન વિપરીત છે. નાસાના જણાવ્યા અનુસાર નજીકના ગ્રહોની અછતને કારણે આ ‘સબ-નેપ્ચ્યુન્સ’ને ઘણીવાર ઓછો અંદાજવામાં આવે છે. વધુમાં તેના વાતાવરણની પ્રકૃતિ ખગોળશાસ્ત્રીઓમાં સક્રિય ચર્ચાનો વિષય છે. K2-18 b એક હાઈસીન એક્સોપ્લેનેટ હોઈ શકે છે. આ એટલા માટે છે કારણ કે, કેટલાક ખગોળશાસ્ત્રીઓ માને છે કે, આ વિકાસ એક્સોપ્લેનેટ પર જીવનની શોધ તરફ નવી આશા આપી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply