Skip to main content
Settings Settings for Dark

વર્લ્ડ લિડર્સના સર્વેમાં 76% અપ્રૂવલ રેટિંગ સાથે પ્રધાનમંત્રી પ્રથમ ક્રમાંકે રહ્યા

Live TV

X
  • ડિસિઝન ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટે 'ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ ટ્રેકર' બહાર પાડ્યું

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગ્લોબલ પ્રોપ્યુલારિટી ફરી એકવાર સામે આવી છે. પ્રધાનમંત્રી મોદીને એક સર્વે દરમિયાન ગ્લોબલ વર્લ્ડ લીડર્સ લિસ્ટમાં પહેલા નંબરે પસંદ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીને આ લિસ્ટમાં 76% અપ્રૂવલ રેટિંગ મળ્યું છે મોદી પછી સ્વિત્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટ 64% એપ્રુવલ રેટિંગ સાથે બીજા ક્રમે અને મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર ત્રીજા સ્થાને છે. ડિસિઝન ઈન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટે આ યાદી બહાર પાડી છે.

    ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એંથની અલ્બેનિસ 48%ના રેટિંગ સાથે પાંચમા સ્થાને છે અને ઇટાલીના પીએમ જી મેલોની 42% રેટિંગ સાથે છઠ્ઠા સ્થાને છે. યુએસ પ્રમુખ જો બાઇડન 40% રેટિંગ સાથે સાતમા સ્થાને છે. તે જ સમયે, બ્રિટિશ પ્રધાનમંત્રી  ઋષિ સુનક 27% રેટિંગ સાથે 15માં સ્થાને છે.

    અગાઉ જૂન 2023માં, ગ્લોબલ વર્લ્ડ લીડર્સ લિસ્ટ રેટિંગ યાદી બહાર પાડવામાં આવી હતી. તેમાં પણ પીએમ મોદી ટોપ પર હતા, છેલ્લી વખતે તેને 78% એપ્રુવલ રેટિંગ મળ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સાતમા સ્થાને હતા. જ્યારે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક 12મા સ્થાને હતા.

    ડિસિઝન ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટે 14 સપ્ટેમ્બરે 'ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ ટ્રેકર' બહાર પાડ્યું છે. આ રેટિંગ 6 થી 12 સપ્ટેમ્બર વચ્ચે એકત્રિત કરવામાં આવેલા ડેટાના આધારે આપવામાં આવી છે. જેમાં અનેક દેશોના લોકો સાથે વાત કરીને વૈશ્વિક નેતાઓ વિશે તેમના અભિપ્રાય જાણવા મળ્યા હતા. આ યાદીમાં 22 દેશોના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાંથી મોટાભાગના G20ના સભ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply