નાસા અંતરિક્ષયાત્રી ક્રિસ્ટીના કોચ રેકોર્ડ મિશન પછી પૃથ્વી પર પાછા ફર્યા
Live TV
-
328 દિવસનું આ મિશન અંતરિક્ષ ક્ષેત્રને નવી દિશા આપે તેવી આશા છે.
યુ.એસ. અવકાશયાત્રી ક્રિસ્ટીના કોચ, જેણે 2019 માં પ્રથમ મહિલા સ્પેસવોકનું નેતૃત્વ કર્યું હતું, તેઓ કઝાકિસ્તાન આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર રેકોર્ડ સ્ટે પછી પાછા ફર્યા છે, 328 દિવસનું આ મિશન અંતરિક્ષ ક્ષેત્રને નવી દિશા આપે તેવી આશા છે. પૃથ્વી પર પાછા ફરીને મેડિકલ કેમ્પમાં લઈ જવાની રાહ જોતી વખતે તેમણે ધાબળામાં લપેટેલી ખુરશી પર બેસીને કહ્યું કે, "તે આ ક્ષણ જોઈ અભિભૂત થઈ છે" અગાઉ નાસાના પેગી વ્હિટસન દ્વારા બનવેલા રેકોર્ડને ક્રિસટીના કોચના મિશને તોડી નાખ્યો છે. તેણે ગયા ઓક્ટોબરમાં નાસાની અંતરિક્ષયાત્રી જેસિકા મીર સાથે સ્પેસવોકમાં જેંડર વિક્રમ સ્થાપિત કર્યો હતો, જેમાં એક સાથે બે મહિલાઓએ સ્પેસ સ્ટેશનની બહાર નીકળીને રેકોર્ડ સેટ કર્યો હતો.
