WHO દ્વારા કોરોનાવાયરસને નાથવા 675 મિલિયન ડોલરના દાનની અપીલ
Live TV
-
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોનાવાયરસ સામે લડવાની યોજના માટે દાનમાં 675 મિલિયન યુએસ ડોલરની માંગણી કરવામાં આવી છે.
ડબ્લ્યુએચઓનાં વડા ટેડ્રોસ અધાનોમે આજે જિનીવામાં એક પ્રેસવાર્તામાં કહ્યું હતું કે તેઓ એક વ્યૂહાત્મક સજ્જતા અને પ્રતિભાવ યોજના લોન્ચ કરી રહ્યા છે અને આગામી ત્રણ મહિના માટે આ યોજનાને ફંડ આપવા માટે 675 મિલિયન ડોલરની જરૂર પડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 60 મિલિયન ડોલર ડબ્લ્યુએચઓ (WHO) ની કામગીરી માટેના છે જ્યારે બાકીની રકમ એવા દેશોમાં જશે જે જીવલેણ વાયરસ સામે રક્ષણ આપવા માટે મદદ માંગશે. તેમણે કહ્યું હતું કે ડબ્લ્યુએચઓ દુબઈના તેના વખારોમાંથી 24 દેશોમાં 500,000 માસ્ક અને 40,000 રેસ્પિરેટર મોકલી રહ્યું છે
