કોરોનાની દહેશત: ચીનમાં મૃત્યુઆંક વધીને 564, 28 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત
Live TV
-
ચીનમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ આંક વધીને 564 થયો છે, જ્યારે 28 હજારથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થવાની પુષ્ટિ થઈ છે..ચીનથી બહાર અન્ય દેશોમાં પણ આ વાયરસથી પ્રભાવિત કેસની સંખ્યા વધીને 200 થઈ ગઈ છે..
બુધવારે ચીનમાં કોરોના વાયરસથી લગભગ 73 લોકોના મૃત્યુ થયા, જે એક દિવસમાં આ બિમારીથી મૃતકોની સૌથી વધુ સંખ્યા છે..હુબેઈ પ્રાંતમાં અધિકારીઓએ 70 લોકોની મૃત્યુ થવાની સૂચના આપી છે..બુધવારે આ બિમારીના કારણે 3,694 નવા કેસની પુષ્ટિ થઈ છે..મહત્વનું છે કે અત્યાર સુધી રોગથી સ્વસ્થ થનાર લોકોની સંખ્યા વધીને 1,153 થઈ ગઈ છે..
