નેપાળમાં પૂરથી ભારતમાં એલર્ટ,બિહારના અનેક જિલ્લાઓમાં તૈયારીઓ તેજ
Live TV
-
નેપાળના રસુવા જિલ્લામાં ભોટે કોશી નદીમાં અચાનક આવેલા પૂરના પગલે ભારતમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.પૂરની ઘટનામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક લોકો લાપતા હોવાના અહેવાલ છે.
નેપાળના ઉપરવાસમાં આવેલા પૂરના કારણે ગંડક નદીમાં પાણીનો પ્રવાહ વધવાની શક્યતાને પગલે બિહાર સરકારે અનેક જિલ્લાઓમાં સાવચેતી વધારી છે. પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરપુર, વૈશાલી, સીતામઢી અને શિવહર જિલ્લામાં તંત્રને સતર્ક રહેવા સૂચના અપાઈ છે.
મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. ગંડક બેરેજના ગેટ અને નહેરો દ્વારા પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા તથા રાહત અને બચાવની તૈયારીઓ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.NDRF અને SDRFની ટીમોને તૈનાત કરવામાં આવી રહી છે. જિલ્લા તંત્રને જરૂર પડે તો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા, હોડી, સામુદાયિક રસોડાં અને આશ્રયસ્થળોની વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે.વહીવટીતંત્રે લોકોને ગભરાવાની જરૂર ન હોવાનું જણાવી સાવચેત રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.
