Skip to main content
Settings Settings for Dark

નેપાળમાં ભારે વરસાદથી 7ના મોત,માનસરોવરના 1200 યાત્રીઓ ફસાયાં

Live TV

X
  • આ સંબંધે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને લખ્યું છે કે, ભારતીય દૂતાવાસે અસરગ્રસ્ત વિસ્તારમાં દૂતાવાસના પ્રતિનિધિની કામમાં લગાડ્યા છે. અને તેઓ પ્રવાસીના સંપર્કમાં છે અને તમામ પ્રવાસીઓને ભોજન આવાસ સુવિધા સુનિશ્ચિત કરાવી રહ્યા છે. 

    નેપાળમાં ભારે વરસાદથી સાત લોકોના મોત થયા છે. ભારે વરસાદના પગલે મેદાની અને પહાડી વિસ્તારોમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. રોલપા જિલ્લામાં ભૂસ્ખલનની ઘટનામાં એક મહિલા સહિત ત્રણ લોકો અને એક નવજાત બાળકનું મૃત્યુ થયું છે. 

    નેપાળગંજ, સીમીકોટ અને હિલસામાં ખરાબ મૌસમના કારણે વિમાની સેવા વિલંબીત થવાના કારણે 1200 કૈલાસ માનસરોવર યાત્રી ફસાયા છે. તેમાંથી મોટભાગના ભારતીય છે. ભારતીય દૂતાવાસે તેમના પ્રતિનિધિઓને નેપાળગંજ અને સીમીકોટમાં ફસાયેલા પ્રવાસીઓની સહાયતા માટે મોકલ્યા છે. ફસાયેલા તીર્થયાત્રીઓને ભોજન નિવાસ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો સંભવ પ્રયાસ કરાયો છે. સાથે મોટી ઉંમરના પ્રવાસીઓ માટે સીમીકોટમાં ચિકિત્સા શિબિર શરૂ કરાઈ છે. 

    ભારતીય ફસાયેલા તીર્થયાત્રીઓને બહાર કાઢવા વૈકલ્પિક રસ્તાઓ વિચાર કરાઈ રહ્યો છે. આ સંબંધે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને લખ્યું છે કે, ભારતીય દૂતાવાસે અસરગ્રસ્ત વિસ્તારમાં દૂતાવાસના પ્રતિનિધિની કામમાં લગાડ્યા છે. અને તેઓ પ્રવાસીના સંપર્કમાં છે અને તમામ પ્રવાસીઓને ભોજન આવાસ સુવિધા સુનિશ્ચિત કરાવી રહ્યા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply