Skip to main content
Settings Settings for Dark

નેપાળમાં ફસાયેલ માનસરોવરના યાત્રીઓ માટે બચાવ કાર્ય શરૂ 

Live TV

X
  • કાંઠમાંડુ સ્થિત ભારતીય દૂતાવાસના પ્રતિનિધિ ફસાયેલ દરેક ભારતીય તીર્થયાત્રીઓના સંપર્કમાં છે અને તેમને જીવન જરૂરી ચીજવસ્તુઓ આપી રહ્યા છે.

    નેપાળના અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદના પગલે કૈલાશ માનસરોવરની યાત્રાના રસ્તામાં ફસાયેલ 1500થી વધુ યાત્રિઓ માટે રાહત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વાતાવરણ સ્વચ્છ થતાની સાથે જ નેપાલગંજ અને સિમિકોટ વચ્ચે હવાઈ યાત્રા દ્વારા મુસાફરોને સુરક્ષિત રીતે લઈ જવામાં આવી રહ્યા છે. 

    સિમિકોટથી અત્યાર સુધીમાં 80થી વધુ તીર્થયાત્રીઓને કાઢવામાં આવ્યા છે. 1500 વધુ યાત્રીઓ ફસાયેલા છે, જેમાંથી મોટાભાગના ભારતીયો છે. નેપાળમાં આવેલ ભારતીય દૂતાવાસ સતત સ્થિતિ પર ધ્યાન આપી રહ્યું છે. કાંઠમાંડુ સ્થિત ભારતીય દૂતાવાસના પ્રતિનિધિ ફસાયેલ દરેક ભારતીય તીર્થયાત્રીઓના સંપર્કમાં છે અને તેમને જીવન જરૂરી ચીજવસ્તુઓ આપી રહ્યા છે.

    આ સમગ્ર ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ નજર રાખી રહ્યા છે. શ્રદ્ધાળુઓની જાણકારી માટે હેલ્પલાઈન નંબરો જારી કરવામાં આવ્યા છે. જેમાં 9851107006, 977-9851155007, 977-9851107021, 977-9818832398 અને 977-9851165140 નંબરો સામેલ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply