નેપાળમાં હિમપ્રપાતથી 11 લોકો થયા ગુમ
Live TV
-
નેપાળમાં ગંડકી પ્રાંતમાં હિમપ્રપાતમાંથી આઠ વિદેશી પ્રવાસીઓ સહિત 3 ગાઈડ ગુમ થયા છે.
કાસ્કી જિલ્લાના પોલીસ અધિક્ષક, દાન બહાદુર કાસ્કીએ જણાવ્યું હતું કે, જિલ્લાના દેરાલી વિસ્તારમાં પ્રવાસીઓ અને ગાઈડ સાથે સંપર્ક તૂટી ગયો છે. તેમણે કહ્યું કે તેમને શોધી કાઢવાનાવાના પ્રયાસો ચાલુ છે. એમણે ઉમેર્યું હતું કે શનિવારે અન્નપૂર્ણા બેઝ કેમ્પ ટ્રેકિંગ રૂટ પર વિવિધ સ્થળોએથી 73 વિદેશી પ્રવાસીઓને બચાવવામાં આવ્યા છે. મનાંગ જિલ્લામાં ચાઇનાના ચાર નાગરિકો ગુમ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેઓ અપર મસ્તાંગ તરફ જઈ રહ્યા હતા.
